હિન્દ ન્યુઝ, બોટાદ
હાલમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં આવશ્યક ઘરેલું બળતણનો પુરવઠો સિનિશ્વિત કરવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતા રાજ્યને ૧૪૫૨ KL કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં નિયમિત PDS કેરોસીન ફાળવણી અમલમાં નથી, પરંતુ આ વિશેષ ફાળવણીનો ઉપયોગ ઘરેલું બળતણ માટે LPG ઉપરાંત અસરકારક સહયોગી તરીકે અને બળતણની જરૂરીયાત પૂરી કરવા માટે ફાળવવામાં આવે છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (Cooking) અને પ્રકાશ (Lighting) માટે કરવાનો રહેશે. રાજ્યની ઓઈલ કંપનીઓ IOCL, HPCL દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ સપ્લાય પોઈન્ટના કેરોસીનના જથ્થાની કિંમત Ex Depot Rate નક્કી કરવામાં આવેલ છે.
ઓઈલ કંપની દ્વારા વિવિધ સપ્લાય ડેપો ઉપરથી જાહેર વિતરણ હેઠળ વિતરણ થતા કેરોસીનના વેચાણના મુળ ભાવમાં થયેલ ફેરફાર તથા GSTની અમલવારી અન્વયે સરકારશ્રીના સંદર્ભ-૩ના પત્રની સૂચના મુજબ વિવિધ ઓઈલ કંપનીના સપ્લાય ડેપો ઉપરથી રસ્તે આવતા ઘરગથ્થુ કેરોસીનના છુટક ભાવ હુકમ સાથેના એનેક્ષર ૧ થી ૨ માં જણાવેલ વિગતે મુકરર કરવામાં આવે છે જેમાં આઈ.ઓ.સી.એલ. કંપનીના ભાવ/રૂl. KL+૫% GST સાથે 55641+GST 5% તથા એચ.પી.સી.એલ. કંપનીના ભાવ/રૂl. KL+૫% GST સાથે 55720.66+GST 5% મુકરર કરવામાં આવે છે. જેની અમલવારી તા.૦૧/૦૩/૨૦૨૬થી કરવાની રહે છે.
ધી કેરોસીન (વપરાશ પર નિયંત્રણ અને અધિકત્તમ કિંમત નક્કી કરવામાં આવે છે.) હુકમ-૧૯૯૩ની કલમ-૨(ડી)(૧)થી અમોને મળેલ અધિકારની રૂએ ઓઈલ કંપનીના અલગ અલગ કેરોસીન ડેપો ઉપરથી કેરોસીન લાવી બોટાદ જિલ્લાના જુદા-જુદા તાલુકા મથકે આવેલ વાજબી ભાવના દુકાનદારે ડોરસ્ટેપ ડીલીવરી માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનાં છુટક ભાવો તાલુકાવાર આ સાથે એનેક્ષર ૧ થી ૨ માં મુકરર કલેકટરશ્રી બોટાદ દ્વારા હુકમ કરવામાં આવે છે.
સદરહુ નિયત કરેલ ભાવથી વધુ ભાવે કેરોસીનનું વેચાણ કરનાર ડીલર્સ, જથ્થાબંધ કે છુટક વિક્રેતા, ફેરીયા, વાજબી ભાવના દુકાનદાર સામે ધી કેરોસીન (ઉપયોગ પર નિયંત્રણ અને મહત્તમ કિંમત નક્કી કરવા બાબત) હુકમ-૧૯૯૩ના કલમ-૪(૧) ધી ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ (પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ-૧૯૮૧ તથા જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) હુકમ-૨૦૨૫ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ (વાજબી ભાવની દુકાનનું લાયસન્સ)હુકમ-૨૦૨૫ની જોગવાઈનાં ભંગ બદલ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩નો ભંગ ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
પી.ડી.એસ. કેરોસીનના ભાવ બાંધણીમાં જુદી જુદી સેવાઓ બાબતે GSTના સ્લેબ ગણવા સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવે તે મુજબ અમલવારી કરવામાં આવશે. આ હુકમ મંજુર કરેલ ભાવો તા.૦૧/૦૪/૨૦૨૬ થી અમલમાં આવશે. તેમ બોટાદ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.
