હિન્દ ન્યુઝ, અમદાવાદ
વિશ્વ ક્ષયરોગ દિવસ 2026ના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં TB દર્દીઓને પોષણ સહાય માટે ન્યુટ્રિશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ગોતા અર્બન હેલ્થ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા ન્યુટ્રિશન કિટ વિતરણ, મિરઝાપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુટ્રિશન કિટ વિતરણ, દાણીલીમડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કિટ વિતરણ તેમજ સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેટર મુકેશભાઈ અને MO-PHI ડૉ. બેલાબેન મેડમ દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું.
તે ઉપરાંત નોબલનગર TU નરોડા UCHC ખાતે TB દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવ્યું.
