હિન્દ ન્યુઝ, ડાંગ
• પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત કોઈપણ સામાજીક કાર્યકર, સામાજીક સંસ્થા, કોઈપણ વ્યક્તિ, ગામના સરપંચ કે અન્ય કોઈપણ આગેવાન નિક્ષય મિત્ર બની ટીબીની દર્દીઓને દત્તક લઈ દર્દીને કુલ ૬ માસ સુધી પોષણક્ષમ આહાર (અનાજ) ની કીટ આપી શકે તેવા વ્યક્તિઓ આગળ આવી ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, આહવા, જિ.ડાંગનો સંપર્ક કરી શકે છે.
• ટીબી ફ્રી પંચાયત કાર્યક્રમ
ટીબી ફ્રિ પંચાયત કાર્યક્રમ અંતર્ગત આપના ગામમા કોઈપણ વ્યક્તિ કે જેને ટીબીના અતિ સામાન્ય લક્ષણ જેવા કે બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય, વજનમા ઘટાડો થતો હોય જેવા લક્ષણો ધરાવતા ટિબીના શંકાસ્પદ દર્દીઓને નજીકના સરકારી દવાખાને ટીબીની તપાસ માટે મોકલવા.
• ટીબી ફ્રિ પંચાયત માટે નીચે મુજબના લક્ષ્યાંકો નિર્ધારિત કરેલ છે.
“ટીબી ફ્રી પંચાયત” માટે નીચે મુજબના લક્ષાંકો નિર્ધારિત કરેલ છે.
(૧) દર ૧૦૦૦ની વસ્તીએ આખા વર્ષ દરમ્યાન 30 કે તેથી વધુ ટીબીના શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરાવવી
(૨) દર ૧૦૦૦ની વસ્તીએ આખા વર્ષ દરમ્યાન 30 કે તેથી વધુ ટીબીના શંકાસ્પદ દર્દીઓના ગળફાની તપાસ કરાવેલ હોય તો તે પૈકી ફક્ત ૧ કે તેથી ઓછા ટીબીના દર્દી શોધાયેલ હોવા જોઇએ
(૩) ગત વર્ષ દરમિયાન સારવાર પર મુકાયેલ હોય તે પૈકીના ૮૫% દર્દીઓએ ટીબી સારવારનો કોષ પુર્ણ કરેલ હોવો જોઇએ
(૪) દર ૧૦૦૦ની વસ્તીએ આખા વર્ષ દરમ્યાન શોધાયેલ ટીબીના દર્દીઓ પૈકીના ૬૦% ટીબીના દર્દીઓની UDST (હઠીલા પ્રકાર)ના ટીબીની તપાસ થયેલી હોવી જોઇએ
(૫) દર ૧૦૦૦ની વસ્તીએ શોધાયેલ ટીબીના દર્દીઓને તેમની ટીબીની સારવાર દરમ્યાન “નિક્ષયમિત્ર” મારફત અનાજની કીટ મળેલ હોવી જોઇએ
• ટીબી (ક્ષય) એટલે શું ?
ટીબી એ ખુબ જ ચેપી પ્રકારનો રોગ છે. જે માઈક્રોબેકટેરીયમ ટયુબર ક્યુલોસીસ નામના બેકટેરીયાથી થાય છે.
• ટીબ રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?
ટીબીનો ચેપી દર્દી જયારે ઉઘરસ કે છીંક ખાય ત્યારે હવામાં લાખો કરોડોની સંખ્યામાં બેકટેરીયા બહાર નીકળે છે જે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતા ચેપ લાગે છે.
ટીબીનો એક દર્દી જો સારવાર ના લે તો વર્ષમાં ૧૦ થી ૧૫ તંદુરસ્ત વ્યક્તિઓને ચેપ લગાડે છે.
• ટીબીના રોગના ચિન્હો – લક્ષણો
→ બે અઠવાડીયા કે તેથી વધુ સમયની ખાસી (ઉઘરસ)
→ ખાસ કરીને સાંજના સમયે શરીરમાં ઝીણો તાવ આવવો.
ભુખ ઓછી લાગવી.
→ શરીરના વજનમાં ઘટાડો થવો.
→ છાતીમાં દુઃખાવો થાય, શ્વાસની તકલીફ થાય.
→ કયારેક ગળફામાં લોહી પડે અથવા લોહીની ઉલટી થાય.
• એમ.ડી.આર.ટીબી શું છે?
એ ક્ષય રોગનો એવો જીવાણું છે કે જેના ઉપર ક્ષય રોગની સારવાર માટેની સૌથી મહત્વની બે કે તેથી વધુ દવાઓની અસર થતી નથી.
પ્રથમ વખતના ટી.બી.ના નિદાન સમયે તમારા ડોકટરની સલાહ મુજબ ટી.બી.નો સંપૂર્ણ કોર્ષ પુર્ણ કરવામાં ન આવે તો ક્ષય રોગના જીવાણુઓ પર કેટલીક દવાઓની અસર થતી નથી તેવી સ્થિતીમાં તમને હઠીલો પ્રકારનો ક્ષય રોગ થવાની સંભાવના રહે છે જેની સારવાર ૬ થી ૮ મહીનાના બદલે ૧૮ થી ૨૪ મહીના સુધી લેવી પડે છે.
• ટી.બી. ના દર્દીને મળતી વૈદીક સહાય
સમાજ કલ્યાણ વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ટી.બી.ની દવા ગળતા અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિના (SC), SEBC દર્દીઓને રૂ 1. ૫૦૦/- માસીક દવાના કોર્ષ પૂર્ણ થાય ત્યાસુધી નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ માસીક રૂ।. ૫૦૦/- પ્રમાણે સારવાર હેઠળના ટીબીના દર્દીઓને આધારલીંક બેંક ખાતામાં કોર્ષ પૂર્ણ કરે ત્યાસુધી મળવાપાત્ર છે. એન.ટી.ઈ.પી. સબ કમિટી, જિલ્લા ક્ષય કેન્દ્ર ડાંગ દ્વારા ટીબીના નોટીફાઈડ ટ્રાયબલ વિસ્તારના દર્દીઓને રૂ।. ૭૫૦/-નું ચૂંકવણું થાય છે, ટી.બી. ની સારવાર પુર્ણ કરી હોય અને દર્દી સંપુર્ણ સાજો થઈ જાય ત્યારે આ સહાય મળવા પાત્ર છે.
• ટીબીની દવા ગળાવનાર ડૉટસ પ્રોવાઈડરને મળતો લાભ
ડ્રગ સેન્સેટીવ પ્રકારના ટી.બી.ના દર્દીઓ માટે રૂ।. ૧૦૦૦/-એમ.ડી.આર. ટીબીના દર્દી માટે (૧) સઘન સારવાર માટે રૂ।. ૨૦૦૦/- (૨) સતત સારવાર માટે રૂ।. ૩૦૦૦/-મહેનતાણા પેટે ચુકવવામાં આવે છે.
• ડૉટસ પ્રોવાઈડરને આ આર્થિક લાભ કયારે મળશે?
જો દર્દી સારવાર પુર્ણ કરી સાજો થાય અને દવા ગળાવનાર ડૉટસ વર્કર સરકારી કર્મચારી ન હોય. તેવા કિસ્સામાં સાજા થયેલ દર્દી પ્રમાણે ડૉટસ પ્રોવાઈડરને મહેનતાણા પેટે રૂપિયા ઉપર મુજબ ચુકવાય છે.
