હિન્દ ન્યુઝ, કાલાવડ
કાલાવડ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ઉષાબેન જયસુખભાઈ વાઘેલાના ઓને કાલાવડ વોર્ડ નંબર 4 ના ભાજપ કોર્પોરેટર જયેશભાઈ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ દ્વારા અવર નવર તેઓના વિસ્તારમાં સફાઈ કામ અંગે સરાજાહેર અપશબ્દો બોલી અને ખોટી ધાક ધમકીઓ આપી દલિત સમાજની મહિલાને માનસિક ત્રાસ આપવાના પગલે ગતરોજ ઉષાબેન વાઘેલાએ કાલાવડ ભાજપના કોર્પોરેટર જયેશ વિરાણી, કાળુભાઈ પાનવાળા અને જગાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદના પગલે કાલાવડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે!!!
કાલાવડ ભાજપના એક પુર્વ પ્રમુખ જે પોતે હિન્દુ સંગઠનો ના પ્રખર કાર્યકર હતા એવું ગામમાં ફાંકા ફોજદારી કરતા હોય એવા એક નેતા દ્વારા પણ ગત થોડા સમય અગાઉ એક ભદ્ર સમાજની મહિલાને પણ સરાજાહેર અપશબ્દો બોલી ખોટા બદનામ કરવામાં આવ્યા હતા


