દાહોદમાં સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ ભવન, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યના દિવ્યાંગજનોને મોટરરાઈઝ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હીલચેર આપવાની રાજ્ય સરકારની નવિન યોજના અંતર્ગત પ્રતિકાત્મક સાધન સહાય વિતરણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉપરોક્ત સાધન સહાય યોજનામાં દિવ્યાંગ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે જિલ્લામાં સમાજ સુરક્ષા કચેરીના ચીફ પ્રોબેશન ઓફિસર આર.પી.ખાટા તથા BLIND WELFARE COUNCIL ના યુસુફી કાપડીયાના હસ્તે લીલી ઝંડી આપી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટરરાઈઝ ટ્રાઇસીકલ-૧૪૮ અને જોયસ્ટીક વ્હીલચેર-૧૦ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચેરીના કર્મચારીઓ તથા જુદા જુદા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment