હિન્દ ન્યુઝ, ડાંગ
નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત આજરોજ આહવા ખાતે સિવિલ ડિફેન્સ અંગેની મોક ડ્રીલનું આયોજન કરાયું હતુ.
આ મોકડ્રીલ દરમિયાન ઉભી થતી સમસ્યાઓ સામે કેવી રીતે કૂનેહથી કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન પોતાની જાતને કેવી રીતે બચાવવી, અન્ય લોકોને કેવી રીતે બચાવવા, સલામત સ્થળનો ઉપયોગ કરવો વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ તાલીમએ એવી તાલીમ છે જે નાગરિકોને આપત્તિના સમયે પોતાનો અને અન્યનો જીવ બચાવવો, સલામત રહેવું અને બચાવ કામગીરીમાં સહયોગ આપતા શીખવાડે છે.
આ તાલિમમાં રેસ્ક્યુ ટીમ માસ્ટર ટ્રેનર, નાયબ કન્ટ્રોલર નાગરિક સંરક્ષણ, તથા જિલ્લા કમાન્ડન્ટ, હોમ ગાર્ડસ, મામલતદાર ડિઝાસ્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર આહવા વિગેરે હાજર રહ્યા હતાં.
