અમદાવાદ પોલીસ પરિવાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી! 

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

    આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તાર માં સરદાર પટેલ સ્મારક ખાતે, આગામી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉપક્રમે, અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શનાબેન વાઘેલા – માન. મંત્રી, શહેરી વિકાસ, શ્રીમતી પ્રતિભાબેન જૈન – માન. મેયર, પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક, આશીર્વાદ ફાઉન્ડેશનના શ્રી આર.એસ.પટેલ તથા શહેર પોલીસ ના ઊચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારના મહિલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે સેમિનાર નું આયોજન થયું.

શહેરના મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નોકરી અંગેના પોતાના અનુભવ અને સંસ્મરણોના અમુક અંશો રજુ કર્યા. 

પ્રસંશનીય કામગીરી કરનાર શહેર પોલીસના મહિલા કર્મચારીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું.

Related posts

Leave a Comment