જિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ

 

સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૬ – દાહોદ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે.

આગામી તારીખ ૦૭-૦૩-૨૦૨૬ ને શનિવારના ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે થી સાંજના ૫ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કોટડા ફળિયા પ્રાથમિક શાળા અભલોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

જેમાં ગરબાડા તાલુકાના પાંદડી, નાંદવા, દાદુર, પાટીયા, નઢેલાવ, જેસાવાડા, આંબલી, છરછોડા, વડવા, નેલસુર, વજેલાવ, માતવા, અભલોડ જેવા ગામોનો સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સેવાસેતુ કાર્યક્રમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામના લોકોને સેવાસેતુના સ્થળ ઉપરથી જ સરકારના વિવિધ વિભાગોની સેવાઓના લાભો મળી રહેશે. જેનો ગ્રામ્યજનોને લાભ લેવા તાલુકા વહીવટી તંત્ર, ગરબાડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment