હિન્દ ન્યુઝ, પોરબંદર
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી અને નાની ઉંમરે જ સંતવાણી ક્ષેત્રે પોતાની અથાગ મહેનતથી આગવી પ્રતિભા ઊભી કરનાર કેશવાલા સેજલ પ્રતાપભાઈએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં (સૌરાષ્ટ્ર ઝોન – 2 ઉચ્ચતર માધ્યમીક વિભાગમાંથી )ભાગ લઈને સંગીત (ગાયન) શ્રેણીમાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ વડોદરા ખાતે યોજાયો હતો, જેમાં સેજલએ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો. તેમની આ સફળતાથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- વિસાવાડા તેમજ સમગ્ર પરિવારનું ગૌરવ વધ્યું છે.
સેજલની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને વિસાવાડાના ગ્રામજનોએ તેમને હૃદયપૂર્વક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
