હિન્દ ન્યુઝ, સુરત
૧૮મી લોકસભાના કાર્યકાળ માટે ભારતની સંસદમાં દક્ષિણ આફ્રિકા સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા હેતુથી ‘ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’ની રચના કરવામાં આવી છે. આ સમૂહમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત કુલ ૧૧ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપનો મુખ્ય હેતુ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના સંસદીય સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન તથા દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ સમૂહ દ્વારા બંને દેશોના સંસદસભ્યો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક સંવાદને વધુ ગતિ મળશે.
