હિન્દ ન્યુઝ, ગાંધીનગર
15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન; સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓને પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.
‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા; અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ.
