સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. તા. 23 ફેબ્રુઆરીથી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં જળ સંચયનું મહાઅભિયાન યોજાશે.

આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે; હયાત તળાવો ઊંડા કરવા-ચેકડેમ ડીસીલ્ટીંગ-નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો રાજ્ય સરકારના 6 જેટલા વિભાગો દ્વારા લોક ભાગીદારીથી કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીથી કરાવી હતી, આ તળાવ ઊંડુ થતા તેની કુલ સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં 2.01 લાખ ઘન ફૂટ થશે.

સુજલામ સુફલામ જળ અભિયાનથી આઠ વર્ષમાં 1 લાખ 22 હજારથી વધુ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 39 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો છે; 210 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ.

Related posts

Leave a Comment