હિન્દ ન્યુઝ, અમદાવાદ
હાલમાં ડિજિટલ ઉપકરણોની (મોબાઈલ ,T.V.) સ્ક્રીન સામે વિતાવેલા વધુ સમયને કારણે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પડી રહી છે .જેને ધ્યાને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા તા.21 ફેબ્રુઆરીને શનિવારના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનની 26 શાળાના 1400 બાળકોને બે શિફ્ટમાં દિનેશ હોલ ખાતે મોબાઈલથી થતા શારીરિક અને માનસિક નુકશાનથી બચવા તેમજ સ્ક્રીન ટાઈમ ઓછો કરવા બાબત “મોબાઈલને મેલો .. મેદાનમાં ખેલો” નાટક વિનામૂલ્યે બતાવવા આવ્યું હતું તેમજ આવવા જવા માટે એમટીએસસી વ્યવસ્થા,અલ્પાહાર સાથે પૂરી પાડવામાં આવી હતી.
