હિન્દ ન્યુઝ, દાહોદ
જે એન્ડ આર બી એડ કોલેજ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૬ માં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની જાહેર પરીક્ષાઓમાં જરૂરી તકેદારી રાખવા બાબતે પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા (S.O.P.) મુજબ પરીક્ષા બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકની કામગીરી કરવા સહિતની સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ના બને , પરીક્ષા કેન્દ્રો પર કોઈ પ્રશ્નો ના ઉભા થાય, પરીક્ષા કેન્દ્રો પર પાણીની વ્યવસ્થા તેમજ વિધાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તે પ્રમાણે વસ્યવથા કરવા કેન્દ્ર સંચાલકોને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર એલ. દામાસાહેબ, શિક્ષણ નિરીક્ષક ડૉ. રાકેશ ભોકણ અને પાંચ ઝોનના ઝોનલ અધિકારીઓ તેમજ SSC અને HSCની ૨૧૩ પરીક્ષા બિલ્ડિંગના તમામ સ્થળ સંચાલકઓ સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
