માંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, માંડવી 

     માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુથી માંડવીની વી કેર નર્સિંગ કોલેજ ખાતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) બારડોલી, સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ‘ટ્રાફિક જનજાગૃત્તિ અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.

                આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું એ અધિકાર સાથે એક મોટી જવાબદારી પણ છે. તેમણે ‘સેવ યુવાધન’ અભિયાન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને ‘ટ્રાફિક ગુરૂ’ બની સમાજમાં ટ્રાફિક સિવિક સેન્સ કેળવવા અને ૨૦૨૭ના વિકસિત ભારતના વિઝનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment