ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   સહકારથી સમૃદ્ધિ; કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ. આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ સહકારી સંસ્થાઓના ₹265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું; આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં દેશની 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો.

ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં સ્થાન આપવામાં આવ્યું.

Related posts

Leave a Comment