મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ભગવાન શિવજીની ભક્તિમય પ્રસ્તુતિમાં શ્રોતાઓને ડોલાવ્યાં

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

   મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ભક્તિ સંગીત માટે જાણીતા પાશ્વ ગાયક શ્રી પાર્થ ઓઝાએ ભગવાન શિવજીની ભક્તિમય પ્રસ્તુતિ આપીને શ્રોતાઓને ડોલાવ્યાં હતા.

ઉપરાંત લોકગાયક રાજદાન ગઢવીએ શિવભક્તિ અને ગુજરાતના આગવા લોકગીતો રજૂ કરીને જમાવટ કરી હતી, આ પ્રસ્તુતિઓ સાંભળી હજારો શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ જજ પી. જી. દવે, કમિશનરતેજસ પરમાર, પ્રાંત અને મેળાધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી -અધિકારી પણ સહભાગી બન્યા હતા.

Related posts

Leave a Comment