બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજની કામગીરી અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું રોડ ડાયવર્ઝનનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, નવસારી

     બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.૨૫ રેલ્વે પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાના કારણે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૪/૨૦૨૬ સુધી રેલ્વે ફાટક નં.૨૫ ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી માટે બંધ રહે તે દરમ્યાન તેના વિકલ્પ તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે

(૧) અસ્તાન ગામ, ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલીકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરી શકાશે.

(૨) અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફથી બારડોલી નગરપાલિકા તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે તરસાડા, કડોદ, બારડોલી સરભોણ નવસારી રોડ (એલ.સી.નં.૨૬)નો ઉપયોગ કરી શકાશે.

(૩) બારડોલી નગરપાલિકા તથા બાબેન ગામથી અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવર જવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે. 

 

Related posts

Leave a Comment