હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વચ્ચે ‘યુથ ઇમર્સન પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા બંને રાજ્યોના યુવાઓને લોકશાહી વ્યવસ્થા, વિધાનસભાની કાર્યપદ્ધતિ અને વિકાસલક્ષી વિચાર-વિમર્શ માટે મંચ પૂરું પડાશે.
આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજિત દાઇમારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે. ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ વિધાનસભાની કાર્યપદ્ધતિ નિહાળશે.
