ધાનપુર તાલુકાના ઝાબુ ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ

     ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાબુ ખાતે હાટ બજારમાં “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર-પ્રસાર અને પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ. આર.ડી. પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી.પી. રમણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઝાબુના સુપરવાઈઝર, સી.એચ.ઓ., તેમજ લેપ્રસી, ટી.બી., મેલેરિયા સુપરવાઈઝર, સિકલ સેલ, એચ.આઈ.વી. કાઉન્સેલર અને આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફની હાજરીમાં આરોગ્ય વિભાગ દ્વારા “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી.

આ અભિયાન અંતર્ગત 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન લેપ્રસી, ક્ષયરોગ (ટી.બી.), મેલેરિયા, સિકલ સેલ અને એચ.આઈ.વી. અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી હાટ બજાર, શાળાઓ અને કોલેજોમાં પત્રિકા વિતરણ તથા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોગોની ઓળખ, બચાવ અને સમયસર સારવાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ ના સંકલ્પ સાથે આરોગ્ય વિભાગ દ્વારા જન આરોગ્ય સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી હતી.

Related posts

Leave a Comment