હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના વજીરભાઈએ પોતાની પરંપરાગત વાંસકળાને આધુનિક બજાર સાથે જોડીને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું; વજીરભાઈએ ટોપલા, ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓથી લઈને આકર્ષક બાંબુ ફર્નિચર અને કલાત્મક પોર્ટ્રેટ્સ સુધી વાંસને નવી ઓળખ આપી.
કોટવાળીયા આદિમ જાતિના વારસાને જીવંત રાખતા વજીરભાઈએ માત્ર 10,000 રૂપિયાના રોકાણથી વાંસકળામાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી, જે આજે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને TRIના સહયોગથી મળેલા પ્લેટફોર્મ દ્વારા આર્થિક સમૃદ્ધિ અને સામાજિક ગૌરવનું પ્રતિક બની છે.
