હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર
🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ
🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા
🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ થઈ
તા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026; આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ ‘United by Unique’
🔹 રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં 30 વર્ષથી વધુ ઉંમરના 03 કરોડથી વધુ વ્યક્તિઓના મોંઢાના કેન્સર, 1.6 કરોડથી વધુ મહિલાઓના સ્તન કેન્સર તેમજ 82 લાખથી વધુ મહિલાઓના સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાયું; સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેન્સરના નિયંત્રણ માટે અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા છે.
🔹 રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેન્સર સ્ક્રીનિંગ સુલભ બનાવવા ‘Training of Trainers’ કાર્યક્રમ હેઠળ અંદાજિત 400થી વધુ નિષ્ણાત દ્વારા રાજ્યભરના 37,000થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાશે; જિલ્લા કક્ષાની હોસ્પિટલ્સમાં ડે-કેર કીમોથેરાપી સેન્ટર દ્વારા દર્દીઓને પોતાના જિલ્લામાં સારવાર ઉપલબ્ધ કરાઈ રહી છે.
