સુરતમાં ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’નું ભવ્ય સમાપન: ૧ લાખ ૨૦ હજારથી વધુ મુલાકાતીઓએ અશ્વ સંસ્કૃતિને માણી

હિન્દ ન્યુઝ, સુરત

     ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અડાજણ કેબલ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘૭મા તાપી અશ્વ શો-૨૦૨૬’નું ભવ્ય સમાપન થયું છે. ચાર દિવસીય અશ્વ મહોત્સવમાં અશ્વોની શક્તિ, ગતિ અને સૌંદર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, જેમાં ૧ લાખ ૨૦ હજારથી વધુ નાગરિકોએ મુલાકાત લઈ અશ્વ સંસ્કૃતિને સંસ્કૃતિને માણી હતી.

                આ શોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા મારવાડી, કાઠિયાવાડી, કચ્છી અને સિંધી નસલના ૩૪૦થી વધુ જાતવાન અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખાસ કરીને ભારતના ખ્યાતનામ અશ્વો બ્રહ્મોસ, શિવરાજ, કબીર, ભૈરવ, દિલરાજ, ભારત વિજય, રાધા, કાયરા, રોનાલ્ડો જેવા વિશિષ્ટ અશ્વોએ ઉપસ્થિત રહી શોને માણવાલાયક બનાવ્યો હતો. ભારતમાં યોજાતા વિવિધ મેળામાં ભાગ લેનાર અને સ્ટેલિયન કેટેગરીમાં સાત વાર વિનર બનનાર ‘આર.પી’ અશ્વને પણ સૌએ અહીં નિહાળ્યો હતો.

Related posts

Leave a Comment