સુરત જિલ્લામાં તા.૨૧ જાન્યુઆરી સુધી અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કાર્યક્રમ-CMAM હેઠળ ભૂલકાઓનું સ્ક્રિનીંગ કરાશે

હિન્દ ન્યુઝ, સુરત 

    સુરત જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં તા.૧૭ થી ૨૧ જાન્યુઆરી સુધી CMAM(અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારીત પોષણ વ્યવસ્થાપન) કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોનું વ્યાપક સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.

        સ્ક્રીનિંગ દરમ્યાન સુરત જિલ્લામાં ગંભીર કુપોષિત બાળકો તેમજ અતિ ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરાશે. અને શારીરિક સંબંધિત જટિલતાઓ(Medical Complications)નો સામનો કરી રહેલા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા CMTC તથા NRC કેન્દ્રોમાં દાખલ કરી તેઓને યોગ્ય સારવાર, સચોટ નિદાન તથા પોષણ સુધારાની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી જિલ્લાના દરેક બાળકને સ્વસ્થ, સુરક્ષિત અને પોષણયુક્ત ભવિષ્ય આપી શકાય.

        ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા CMAM કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના અતિ કુપોષિત બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવી બાળ મૃત્યુદર ઘટાડવા, બાળ વિકાસમાં સુધારો લાવવા અને પોષણયુક્ત સમાજ રચવાનો છે. જેમાં ખાસ કરીને ૬ મહિનાથી ૫ વર્ષની વયના બાળકોને નિ:શુલ્ક સારવાર, યોગ્ય આહાર અને પોષણ પૂરવઠો આપવામાં આવે છે.

Related posts

Leave a Comment