ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા

હિન્દ ન્યુઝ,જૂનાગઢ

     ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઓર્થોપેડિક ડોક્ટર સાથેની મેડિકલ ટીમ ખડેપગે રહી હતી

     સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડો. નિસર્ગ મહેતાએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને મસલ્સ એટલે કે, સ્નાયુ ખેંચાઈ જવા કે જકડાઈ જવા, ક્રેમ્પ્સ, સોજો આવી જવો સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને સારવારની જરૂરિયાત મુજબ દર્દમાં રાહત કરતી પેઈન કિલર, ડાયક્લોફિનાક જેલથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દમાં રાહત આપતા બેન્ડીટ (ગરમ પાટા) બાંધી આપવામાં આવ્યા હતા. આમ, સ્પર્ધકોને જરૂરી સારવાર આપવા માટે મેડિકલ ટીમ સતત ખડેપગે રહી હતી.

Related posts

Leave a Comment