કડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી

હિન્દ ન્યુઝ, કડી

      ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- કડી દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી ખૂબ ઓછી કિંમતે વેચાણ આપવાની રૂપિયા 51 લાખની સબસીડી યોજના જાહેર કરવામાં આવેલ હતી. જેને કડી તાલુકાના ખેડૂતોએ ખૂબ આવકાર આપી 11 હજાર જેટલા ફોર્મ ભર્યા હતાં. 

ખેડૂતો એ આ સબસીડી યોજનાને ખૂબ જ આવકાર આપતા આ યોજના માટે નક્કી કરેલ રૂપિયા 51 લાખની સબસીડીના બદલે રૂપિયા 90 લાખની સબસિડી આપવી પડે તેટલી ચીજ વસ્તુઓની ખેડૂતોએ ખરીદી કરી છે. અને આજે આ યોજનાની ચીજ વસ્તુઓના વિતરણનો શુભારંભ ચંપાબા ટાઉન હોલ કડી ખાતે થી કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે બે હજાર કરતાં વધુ ખેડૂતોને તેમણે ખરીદેલ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ખેડૂતો ખૂબ જ આનંદ અને ઉત્સાહ થી આ ચીજ વસ્તુઓ લઈ ગયા હતા. 

આ પ્રસંગે કડી તાલુકાના સામાજિક અગ્રણીઓ, કિસાન સંઘ અને ભારતીય જનતા પક્ષ તથા નગરપાલિકાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સાત દિવસ સુધી જુદી જુદી ચીજ વસ્તુઓનું વિતરણ લાભાર્થી ખેડૂતોને ચંપાબા ટાઉન હોલ કડી ખાતે થી કરવામાં આવશે.

આજના વિતરણ પ્રસંગનું ખૂબ સુંદર આયોજન કડી માર્કેટ યાર્ડના સર્વ ડિરેકટર અને કર્મચારી ભાઈઓ દ્વારા તથા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment