દાહોદ એસ. પી. કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા

હિન્દ ન્યુઝ, દાહોદ 

    રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. 

૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દાહોદ એસ પી કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી શપથ લેવડાવ્યા હતા. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા. 

આ દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment