રાજ્ય સરકાર અન્નદાતાઓની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું.

આ ઉપરાંત, કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોના મહામુલા પાક અને તેમની મહેનતનું પૂરેપૂરું વળતર સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment