માર્ગ મકાન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ 124 કામો માટે ₹7737 કરોડ ફાળવવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’થી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના દ્રઢ નિર્ધાર સાથે માર્ગ મકાન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ 124 કામો માટે ₹7737 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

       મુખ્યમંત્રીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે ₹5576 કરોડ ફાળવવામાં આવશે.

       મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે ₹1147 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી 271 કિ.મી. લંબાઈમાં 20 કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો 803 કિ.મી.માં હાથ ધરવા માટે ₹986 કરોડની મંજૂરી આપી છે.

Related posts

Leave a Comment