હિન્દ ન્યુઝ, બરોડા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી, વિજાપુર દ્વારા આયોજિત રજત જયંતી મહોત્સવમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના આ વર્ષમાં સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી આ સહકારી સંસ્થાના 25 વર્ષની ઉજવણી એક સુભગ સંયોગ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં રાજ્યના સહકાર ક્ષેત્રમાં આવેલ ક્રાંતિકારી પરિવર્તનની રૂપરેખા આપી હતી તેમજ આ સંસ્થા સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
