હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારના જુદાં જુદાં વિભાગો દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થકી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ આહવા તેમજ વઘઇની કચેરી દ્વારા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ સરકારી કચેરી તેમજ જાહેર સ્થળોએ સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં રંગરોગાન પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે.
