વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત

હિન્દ ન્યુઝ, મહેસાણા 

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિયેતનામના એમ્બેસેડર ન્ગુયેન થાન હાઈ સાથે મુલાકાત બેઠક યોજી. આ દરમિયાન વિયેતનામ અને ગુજરાત વચ્ચે આર્થિક અને વ્યાપાર સહયોગને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચા થઈ.

મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વિયેતનામના રાજદૂતે કહ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે ઘણાં લોકો વિયેતનામના પ્રવાસે જાય છે. વિયેતનામ ગુજરાત પાસેથી કપાસ અને સિંગની આયાત કરે છે. તેમણે વિયેતનામમાં ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું.

 

Related posts

Leave a Comment