પોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, દાહોદ

    પોષણ માસ – ૨૦૨૫ અંતર્ગત આજ રોજ દાહોદ ઘટક ૧ આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “પર્યાવરણની સુરક્ષા માટે શપથ” તથા “લાભાર્થીને પોષણ શપથ લીધા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેને લાભાર્થી મહિલાઓ, ગર્ભવતી તથા ધાત્રી માતાઓ અને કિશોરીઓને પર્યાવરણની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણીનો બચાવ તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપવામાં આવી.

સાથે જ તમામ લાભાર્થીઓને “પોષણ શપથ” લેવડાવવામાં આવી, જેમાં સંતુલિત આહાર લેવાનો સંકલ્પ, બાળકોને પોષક ખોરાક પૂરો પાડવાનો નિશ્ચય તથા સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

આ કાર્યક્રમ દ્વારા સમુદાયમાં પોષણ તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સભ્યો, સ્થાનિક મહિલાઓ તથા કિશોરીઓએ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી હતી.

Related posts

Leave a Comment