હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાનું પાંડવ કાલીન રુપાલ વરદાયિની માતા મંદિર રુપાલ ખાતે શારદીય નવરાત્રિ નોમના દિવસે નીકળતી પલ્લી યાત્રા જોવા દેશ-વિદેશથી ભક્તો આવે છે.
વરદાયિની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રામાં ભાવિક ભક્તો દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક કરે છે.
સુંદર બંસી પહાડપુરી પત્થર તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી દ્વારા નિર્મિત રુપાલ મંદિર મનોરમ્ય છે. રુપાલ ગામ ગાંધીનગરથી 13 કિમી અને અમદાવાદથી 35 કિમીના અંતરે આવેલું છે.
