મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે 25 સપ્ટેમ્બર નાં રોજ નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 25 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો-સમસ્યાઓ-રજૂઆતો સાંભળશે.

સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવારે, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકાશે..

 

Related posts

Leave a Comment