અમદાવાદ શહેરમાં તા. 12 જૂનના રોજ બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્ત્વપૂર્ણ સૂચના

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

     અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાંએ DNA સેમ્પલ આપ્યા છે, તેઓને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે…

પરિજનોને વિનંતી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો આ મુજબ છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875

આ નંબરો પરથી પરિજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે…

 

Related posts

Leave a Comment