અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ મૃતદેહોની ઓળખ કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ મૃતદેહોની ઓળખ કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે માહિતી આપી

• અત્યાર સુધી કુલ 32 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, 14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

• અમદાવાદના 4, વડોદરાના 2, ખેડા 1, અરવલ્લી 1, બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુર 1 નો સમાવેશ

• જે મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે તેમના પાર્થિવદેહને પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે

• દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે

Related posts

Leave a Comment