“ઓપરેશન શિલ્ડ” અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8.00 થી 8.30 કલાક સુધી બ્લેકઆઉટ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

      તા.31 મે, 2025 ના રોજ સમગ્ર જામનગર જિલ્લામાં રાત્રે 8:00 થી 8:30 કલાક દરમિયાન ઓપરેશન શિલ્ડના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતુ. ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ નાગરિક સંરક્ષણ કવાયત યોજાઈ હતી. દુશ્મન દેશ તરફથી થતા સંભવિત હુમલા સામે આગોતરી તૈયારી તેમજ લોકજાગૃતિ માટે આ બ્લેકઆઉટ કરાયું હતું. મોકડ્રિલ અને બ્લેકઆઉટના ત્વરિત અને સુગમ આયોજનથી જિલ્લા વહીવટી તંત્રએ સંદેશો આપ્યો છે કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવા માટે સજ્જ છે. આ પ્રકારની કવાયતો દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આપત્તિના સમયે તંત્ર અને નાગરિકોની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં પણ તે મદદરૂપ થાય છે અને ભવિષ્યની કોઈપણ કટોકટી માટેની સજ્જતા સુનિશ્ચિત કરે છે

Related posts

Leave a Comment