દેવગઢ બારિયા,
પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયા માં ઢોર દવાખાની બાજુ માં લીમડાનું વૃક્ષ ધરાશય થયું અને બીજો બનાવ દેવગઢબારિયા સબજેલ બાજુમા વૃક્ષ ધરાશય થતા આજુબાજુ માં જ પગલે ગાડીઓમાં નુકસાન થયું હતું. ઢોર દવાખાનાની બાજુમાંવૃક્ષ ધરાશય થતાં આજુબાજુના મુકેલા લારીઓ-ગલ્લાઓને નુકસાન થયું હતું. વીજળીના તાર તુટી ગયા હતા. પ્રિ-મોનસુન કામગીરી પર અંનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે
શું પ્રિ-રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ છે ? શું આમાં મોટી કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત ? શું આ ધટના પછી તંત્ર કોઈ કામગીરી કરશે ખરું તેવા અંનેક સવાલો નગરમાં ચર્ચાય રહ્યાં છે આવનાર દિવસોમાં તંત્ર આ ધટના માં શીખ લય શું કરે છે તે જોવા નું રહયુ , સદનસીબે કોઇ મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે.
રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢબારિયા