ઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં સ્લેબની કામગીરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.

જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ પાઇપલાઈન નાંખવાની એન.ઓ.સી સરકાર દ્વારા ઉમરેઠ નગરપાલીકાને આપેલ છે.જેથી ત્યાં સ્લેબ/પાઈપલાઈન નાખવાનું કામ ઉમરેઠ નગરપાલીકા દ્વારા કરાશે તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનરે જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment