યોગ એવોર્ડ : ૨૦૨૪-૨૫ માટે તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃત્તિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિઓના વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે.

જે અંતર્ગત વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે તથા શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તે મૂળભુત હેતુથી ગુજરાત રાજ્ય તથા જિલ્લા કક્ષાએ કુલ ૦૩(ત્રણ) કેટેગરીમાં પોતાનાં યોગ પ્રત્યેના ઉત્કૃષ્ઠ યોગદાન બદલ વ્યક્તિગત શ્રેણીમાં યોગ એવોર્ડ આપવામાં આવનાર છે.

આ એવોર્ડ માટે અરજી કરવા માંગતા ઉમેદવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોવા જોઈએ અને યોગ કોચ તથા યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ,નોમિનેશન સમયે તેણે/તેણીએ ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષમાં યોગમાં યોગદાન આપેલું હોવું જોઈએ.ઉંમરની પાત્રતા બાબતે કોઈ બાધ ન હોઈ કોઈપણ ઉંમરની વ્યક્તિ અરજી કરી શકાશે.

અગાઉ જો કોઈએ આ એવોર્ડ મેળવેલ હોઈ તો તેઓ દ્વારા પુન: અરજી કરી શકાશે નહી. આ એવોર્ડ માટે અરજી કરવા માંગતા વ્યક્તિ એ અરજી સાથે ચોક્કસ અને અદ્યતન કરેલ પ્રોફાઈલ(બાયોડેટા) પુરાવા સાથે તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં ૩૦૮/૩૦૯, ૩ જો માળ,જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે કચેરી સમય દરમ્યાન પ્રાંત યુવા વિકાસ અધિકારી રશ્મીકાન્ત રાઠોડ (મો.૭૯૯૦૨૩૯૭૧૪)નો સંપર્ક કરવા પણ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment