હિન્દ ન્યુઝ, સુરત
મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે
પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જીલ્લામાં કાર્યરત થયેલા ઓટો એસ્કેલેશન મેટ્રીકસની સફળતાને પગલે હવે બધા જ વિભાગો અને તમામ જીલ્લાઓમાં અમલી બનાવવાનો મુખ્યમંત્રીનો નિર્ધાર
સ્વાગત મોબાઇલ એપમાં નાગરિકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફરિયાદ આપી શકશે- સ્ટેટસ જાણી શકશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાગરિકોની ફરીયાદોના પારદર્શી અને ઝડપી નિવારણ માટે ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૦૩ માં શરૂ કરેલા ‘સ્વાગત’ની બે દાયકાની સફળ મંઝીલમાં ૯૮ ટકા રજુઆતોનું ત્વરિત નિવારણ થયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ થયેલા સ્વાગતની વિશ્વસનિયતા વધુ અદ્યતન ટેકનોલોજીયુકત “સ્વાગત ૨.૦”થી સુદ્રઢ કરી
