હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત સ્ટેટ મામલતદાર એસોસિએશનના પ્રમુખ તરીકે વડોદરાના અશોકકુમાર પરમારની બિન હરિફ વરણી કરાઇ છે.
ગત્ત રવિવારના રોજ એસોસિએશનની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં તેમની વરણી બિનહરિફ થવા પામી છે. પરમાર આ પૂર્વે આણંદ ખાતે ફરજ બજાવતા હતા. વડોદરામાં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં મામલતદાર ઇલેક્શન તરીકે પણ સંનિષ્ઠ સેવાઓ બજાવી હતી. હાલમાં તેઓ વડોદરા કલેક્ટર કચેરીમાં મામલતદાર બિનખેતી તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. આ ઉપરાંત એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે અલ્કેશભાઇ ભટ્ટ અને મહામંત્રી તરીકે સમીર કછોટની વરણી કરાઇ છે.