રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ યોજના વિશે જાણીએ

હિન્દ ન્યુઝ, ભુજ

     રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાંની એક યોજના એટલે ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ યોજના. આજે આપણે આ યોજનાની માહિતી મેળવીશું.

ફળ-શાકભાજી વિક્રેતાઓને છત્રી વિતરણ -યોજનાનો ઉદ્દેશ / હેતુ 

     ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા.

પાત્રતાના ધોરણો 

આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

અરજી સમયે રજૂ થતા પુરાવા 

૧. રેશનકાર્ડની નકલ

૨. આધારકાર્ડની નકલ

૩. ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ સેવક/તલાટીનો ફળ/શાકભાજી/ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો.

૪. શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન દ્વારા ઈસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો/ઓળખપત્ર.

 વધુ વિગતો માટે જિલ્લા બાગાયત કચેરી, બહુમાળી ભવન, ભુજનો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment