રાજકોટ,
રાજકોટ શહેર ભક્તિનગર ડી.સ્ટાફનો L.R.D કોન્સ્ટેબલ (લોકરક્ષક) મેહુલ ડાંગર આબાદ સપડાઇ ગયો છે. દારૂના ગુનામાં રિમાન્ડ પર રહેલા આરોપીના મિત્ર પાસે ૮૦ હજારની લાંચની માંગણી કરનાર પોલીસમેનને A.C.B એ રાતે જ પોલીસ મથકમાંથી અટકાયતમાં લઇ તેના ઘરની જડતી કરી હતી. પોલીસમેન લાંચના છટકામાં સપડાઇ જતાં પોલીસબેડામાં સન્નાટો પ્રસરી ગયો છે. ભક્તિનગર પોલીસે થોડાં સમય પહેલાં હરિયાણા, ગુડગાંવથી પ્લાસ્ટિકના બેરલમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી. ૨ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં સિરાજ નામના શખ્સની સંડોવણી ખુલી હતી. આરોપીના મિત્ર સાથે ૮૦ હજારમાં સેટીંગ કર્યું, ૭૦ હજાર દેવા આવેલા ફરિયાદીને પૂરા પૈસા લઇ આવ કહી રવાના કરી દેતા A.C.B એ લાંચની માંગણીના ગુનામાં રાતે જ પોલીસ મથકમાંથી ઉપાડ્યો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ