હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા જિલ્લામાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી તરસાલી ખાતે અને યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),એમ .એસ. યુ કેમ્પસ ખાતે આવેલ છે. જેમાં રોજગાર કચેરીઓ દ્વારા કંપની (સંસ્થા)કે નોકરીદાતા અને રોજગારવાંચ્છુની રોજગારીની જરુરીયાત પૂર્ણ કરવા અનુબંધમ અને એનસીએસ પોર્ટલ મારફતે ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવેમ્બર માસમાં બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જીલ્લાના નોકરીદાતાને સ્થાનિક ઉમેદવારો અને અભ્યાસ કરેલ ઉમેદવારોને જિલ્લામાં રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે રોજગાર કચેરી ખાતે અને તાલુકા મથકો પર કુલ ૧૧ જેટલા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવ્યા હતા. જેમાં ૩૫ જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા અને ૧૦૩૯ જેટલી વેકન્સી નોટીફાઈડ કરાવવામાં આવ્યા હતા.
આ ભરતી મેળામાં ૧૦૧૧ જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતાં. જેમાંથી ૩૪૧ જેટલા ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો આપવામાં આવી હતી. તેમજ ભરતી મેળામાં હાજર રહેલ ઉમેદવારોને વિદેશ રોજગાર અને સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ સ્વ રોજગાર લોન સહાય યોજના તેમજ સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોને લશકરી ભરતી પુર્વેની નિવાસી તાલીમ યોજના અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ તેમજ અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર ઉમેદવારોના ઓનલાઈન નામ નોંધણી કરીને પોર્ટલનો ઓનલાઈન રોજગારી મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભવિષ્યમાં રોજગાર કચેરી દ્વારા યોજાનાર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેલાના સ્થળ,તારીખની અને વેકન્સી અને ભાગ લેનાર નોકરીદાતાની વિગતો જોવા માટે અનુબંધમ પોર્ટલ www anubandham.gujarat.gov.i અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન અને લોગીન કરીને વિગતો મેળવી શકાશે.