હિન્દ ન્યુઝ, વલસાડ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા પંચાલત પ્રમુખ મનહરભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થતિમાં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ રૂ.૪૩.૪૨ કરોડના ખર્ચે નવા બનનારા હાઇ લેવલ ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ બ્રિજ ૨૪ મીટરના કુલ ૧૦ ગાળા સાથે એકંદરે ૨૪૦ મીટર લંબાઈ અને ૧૫ મીટર કેરેજ-વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ ૨૨૫ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ ૨૦૬ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે.
આ સાથે મંત્રીના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું તેમજ શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.