તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, તાપી 

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સક્રીયપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા સ્થિત પંચસ્તરિય બાગબાની મોડેલની તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળા કણજોડના ધો.૧૦ના ૪૨ વિદ્યાર્થીઓ સાથે આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો સહિતના સ્ટાફગણે મુલાકાત લીધી હતી. અભ્યાસ વિષય પર તાલીમ સાથે જીવામૃતનો લાઈવ ડેમા સાથે ખેડુત પ્રકાશભાઈ પટેલે નિદર્શન કર્યું હતું. આજના અભ્યાસ કરતા યુવાનોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળવાથી ભવિષ્યમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.

Related posts

Leave a Comment