અધિક નિવાસી કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી

   અધિક નિવાસી કલેકટર આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

                 આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાનમાં તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજીયાત થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પુરવઠા અધિકારીએ નિવાસી અધિક કલેકટરને માહિતગાર કર્યા હતા કે આપણો જીલ્લો ઈ-કેવાયસીની બાબતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે. ગત માસે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામત કાયદા હેઠળ ૯૭.૪૫ ટકા રેશનકાર્ડ ધારકોએ ગત માસમાં જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી અનાજ પ્રાપ્ત કર્યું છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

                 FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા તથા છેલ્લા માસ દરમિયાન NFSA હેઠળ નવા સમાવેશ થયેલ રેશનકાર્ડ, વ્યાજબ ભાવોની દુકાનોની તાપાસણી, વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી સૂચનો કર્યા હતા. ઉપરાંત અધિક નિવાસી કલેકટરએ પ્રાંત અધિકારીઓ દુકાનો પર અને સ્થળ પર તપાસ કરે તેવી ટકોર કરી હતી. ખાંડ, મીઠું, ઘઉ, તેમજ તેલ જેવા આનજની ગુણવતા ખાસ જોવા માટે પણ સૂચન કર્યું હતું. 

            આ બેઠકમાં, અધિક નિવાસી કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી સહિત જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment