હિન્દ ન્યુઝ, અમરેલી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ભારતમાતા સરોવરનું માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી સૌરાષ્ટ્ર-કચ્છના રૂ.4800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ
આજના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ એ ખેડૂતોની ભલાઈ, ખેતી ક્ષેત્રે કામ કરનાર લોકોની સમૃદ્ધિ અને નવજવાનો માટે રોજગાર માટેના અનેક અવસરો માટેનો પણ શિલાન્યાસ છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતનો સમુદ્રતટ એ ગુજરાતની જ નહીં દેશની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણી પ્રાથમિકતા લઈને કામ કરી રહ્યા છીએ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના થકી દરેક પરિવારને વર્ષે 25થી 30 હજાર રૂપિયા વીજળીના બિલના બચે અને એટલું જ નહીં વધારાની વીજળી વેચીને એ કમાણી કરે એવું મોટું કામ આપણે ઉપાડ્યું છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી